VIDEO: અમદાવાદમાં નાસીરનગર જેવી ભૂતિયા ડિમોલિશન જેવી ઘટના, AMC અધિકારીઓના સ્વાંગમાં આવી દુકાનો તોડી પાડી
સોર્સ : gstv
સુરતની ઘટના બાદ હવે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી 'ભૂતિયા ડિમોલિશન'ની ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોવાનો સ્વાંગ રચીને આવેલા કેટલાક અજાણ્યા શખસોએ ગેરકાયદે દબાણ હટાવવાના બહાને 3 દુકાનો તોડી પાડી હતી. આ ઘટનાને પગલે AMCના એસ્ટેટ વિભાગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને કોર્પોરેશન દ્વારા આવું કોઈ જ ડિમોલિશન કરાયું ન હોવાની સત્તાવાર સ્પષ્ટતા કરી છે. અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, દુકાનમાલિકોની સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે. દુકાનમાલિકોએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી, જેના આધારે સ્થળ પર ઘુસી આવેલા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના 10 થી 12 માણસોની અટકાયત કરવામાં આવી છે અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.

