VIDEO: અમદાવાદમાં રક્ષાબંધન પૂર્વે મીઠાઈની દુકાનોમાં AMCનું ચેકિંગ
સોર્સ : gstv
અમદાવાદમાં રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને AMCના આરોગ્ય વિભાગે મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે. તહેવાર દરમિયાન મીઠાઈની માંગ વધતી હોવાથી લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિવિધ ઝોનમાં ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રીજી ડેરી ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને મીઠાઈ સહિતની ખાદ્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી.

