VIDEO: અમદાવાદમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ: કોર્પોરેશનના કુંડમાં મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન
સોર્સ : gstv
અમદાવાદમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ગઈકાલે રાત્રે શ્રદ્ધાળુઓ દ્વારા દશામાની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. નદીઓ અને જળાશયોને પ્રદૂષિત થતા અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ વિસર્જનકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ વ્યવસ્થાને પગલે મોટી સંખ્યામાં લોકોએ આ કૃત્રિમ કુંડમાં જ મૂર્તિઓ વિસર્જિત કરી હતી, જેનાથી પર્યાવરણ જાળવણીમાં પણ મોટો સહયોગ મળ્યો છે.

