VIDEO: અકસ્માત નિવારવા AMTS બસોમાં AI ડૅશ કેમેરાનો પ્રયોગ
સોર્સ : gstv
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બસ અકસ્માતો રોકવા માટે એક મહત્વનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ત્રણ બસોમાં AI ટેકનોલોજી આધારિત ડૅશ કેમેરા લગાવવામાં આવ્યા છે. જો ડ્રાઇવર ચાલુ બસ દરમિયાન ફોનનો ઉપયોગ કરશે, ડ્રાઇવિંગ વખતે ઊંઘનું જોકું આવશે કે સતત ડ્રાઇવિંગથી થાકી ગયો હશે, તો આ સિસ્ટમ દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમને એલર્ટ મળી જશે. એલર્ટ મળતાં જ કંટ્રોલ રૂમમાંથી ડ્રાઇવરનો સંપર્ક કરી તેને ચેતવવામાં આવશે અથવા જરૂર જણાય તો ડ્રાઇવરને બદલીને આરામ આપવામાં આવશે., આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ શહેરની તમામ AMTS બસોમાં આ આધુનિક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવશે..

