VIDEO: અમદાવાદમાં કૃષ્ણ-સુદામાની મિત્રતાની થીમ સાથે ગણેશજીની અનોખી સ્થાપના
સોર્સ : gstv
અમદાવાદમાં ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે આ વર્ષે મંડપોમાં અનોખી થીમ જોવા મળી રહી છે. અમરાઈવાડીના ગોવિંદનગરમાં ‘ગોવિંદનગર કા રાજા’ના નામથી ગણપતિની અનોખી સ્થાપના કરવામાં આવી છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની અમર મિત્રતાની થીમને આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે. ગણેશજીની પ્રતિમા આસપાસ ઉભું કરવામાં આવેલું ગ્રામ્ય વાતાવરણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે જ સુદામાજી સાથે ચાલતા ભગવાન ગણેશની મૂર્તિ પણ શ્રદ્ધાળુઓનું ધ્યાન ખેંચી રહી છે. ગણેશોત્સવ દરમિયાન આ અનોખી સજાવટ અને થીમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. ધાર્મિક આસ્થા સાથે કૃષ્ણ-સુદામાની મિત્રતાનો સંદેશ આપતી આ થીમ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

