VIDEO: નાના ચિલોડામાં ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ પર હુમલો, કોંગ્રેસ નેતાના ભત્રીજાની દાદાગીરીનો આક્ષેપ
સોર્સ : gstv
અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઓમપ્રકાશ તિવારીના ભત્રીજા કાર્તિક તિવારીની દાદાગીરી સામે આવી છે. નિરવાના ટ્યુશન ક્લાસિસમાં ભણતા વિદ્યાર્થીઓને કાર્તિકે પોતાના ૧૦-૧૨ મિત્રો સાથે મળીને નિર્દયતાથી માર માર્યો હતો. જોયલ ગોલ્ડ હાઈટ્સ સામે બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિકોએ છોડાવીને વિદ્યાર્થીઓને ઘરે મોકલ્યા ત્યારે પેટ્રોલ પંપ સામે ફરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. વધુમાં, કાર્તિકના ભાઈ અજય તિવારીએ બંને વિદ્યાર્થીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

