Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Traffic alert in Ahmedabad: Major duct breakdown on Kankaria-Bhulabhai road, route divert for motorists!

VIDEO: અમદાવાદમાં ટ્રાફિક એલર્ટ: કાંકરિયા–ભુલાભાઈ રોડ પર મોટું ડક્ટ બ્રેકડાઉન, વાહનચાલકો માટે રૂટ ડાયવર્ટ!

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના કાંકરિયા–ભુલાભાઈ રોડ પર SWD ડક્ટ બ્રેકડાઉનની ઘટના સામે આવી છે. ડક્ટમાં ખામી સર્જાતા માર્ગ પર સુરક્ષાના ભાગરૂપે બેરીકેડિંગ કરવામાં આવ્યું છે. વાહનચાલકોની અવરજવર જળવાઈ રહે તે માટે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં AMCની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામની કામગીરી શરૂ કરી છે. રિપેરિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન યથાવત રહેશે. AMC દ્વારા વાહનચાલકોને સહકાર આપવા અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

App Store