Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Threat to blow up 4 schools in the city with bombs, schools evacuated keeping security in mind

VIDEO / Ahmedabad news: શહેરની 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં અમદાવાદની 15 સ્કૂલોને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે.તમામ સ્કૂલોને વહેલી સવારે ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા.વહેલી સવારે વિવિધ સ્કૂલોને આ ઈમેલ મળ્યા હતા. આ ધમકી ભર્યા ઈ-મેલ મળ્યા બાદ પોલીસ સહિતનો કાફલો સ્કૂલોમાં પહોંચી ગયો હતો.

App Store

અમદાવાદની કઈ કઈ સ્કૂલ-કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી? જુઓ યાદી

તુલીપ સ્કૂલ, બોપલ 

SGVP ગુરુકુળ

સિલ્વર બેલ સ્કૂલ

નિરમા યુનિવર્સિટી 

AG હાઈ સ્કૂલ 

JG ઇન્ટરનેશનલ સ્કૂલ 

વિદ્યાનગર સ્કૂલ 

દિવાન બલ્લુભાઈ સ્કૂલ 

સીએન સ્કૂલ

ખાલસા લિટલ સ્કૂલ, બાપુનગર

એશિયા સ્કૂલ 

DAV સ્કૂલ 

એ વન સ્કૂલ

અંકુર ઈન્ટરનેશન સ્કૂલ

સંત કબીર સ્કૂલ,નવરંગપુરા

ઘોડાસરની જીવીબા સ્કૂલ

અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, મકરબા સહિતના વિસ્તારમાં આવેલી 16 જેટલી સ્કૂલને ધમકીના ઈમેઈલ મળતાં તંત્રમાં દોડધામ મચી છે. બોમ્બની ધમકીને પગલે સ્કૂલને ખાલી કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

 

 

 ટૂંક સમયમાં જ શહેરની વિવિધ શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓ 

ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ શહેરની વિવિધ શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે, તે પહેલા નનામા ઈમેલથી વાલીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ સમગ્ર મામલાની ગંભીરતા જોતા જ વાલીઓને પણ સ્કૂલોએ જાણ કરી દીધી હતી. અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા છે.

પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કલિક સ્કૂલોમાં પહોંચી

ધમકી મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને તમામ સ્કૂલોમાં તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી.

23 જાન્યુઆરીએ પણ સ્કૂલોને મળી હતી ધમકી

અગાઉ 23મી જાન્યુઆરી, 2026એ અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. આ ધમકીભર્યા મેલમાં લખ્યું હતું કે, 'મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો'