અમદાવાદ શહેર ભાજપનું નવું સંગઠન જાહેર: જ્ઞાતિગત સમીકરણો પર ભાર, જાણો કોને મળ્યું પ્રમોશન અને કોનું પત્તું કપાયું?

Ahmedabad city BJP: ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનની જાહેરાત બાદ એક બાદ એક શહેર અને જિલ્લાઓમાં સંગઠનની જાહેરાત શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે.
આ જાહેરાતમાં શહેર ભાજપ સંગઠનમાં કેટલાક નેતાઓને અપગ્રેડ કરવામાં આવ્યા છે. તો કેટલાક લગ્ને લગ્ને વાંઢા નેતાઓને ધર ભેગા કરી દીધા છે ત્યારે વિનય દેસાઈ યુવા મોરચાથી મુખ્ય બોડીમાં ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેનું મુખ્ય કારણ સરળ સ્વભાવ, કાર્યકરો પર પકડ અને ઓબીસી ચહેરો જે બંધબેસતું ભારતીય જનતા પાર્ટીના સમીકરણમાં સેટ થાય છે. બીજા બ્રાહ્મણ નેતાની વાત કરીએ તો દર્શક ઠાકર જે ઉપાધ્યક્ષથી મહામંત્રી બનાવવામાં આવ્યા છે. જેના પાછળનો મુખ્ય કારણ યુવા ચહેરો, શહેર રાજકારણમાં યુવા મોરચાથી સક્રિય, સર્વ સ્વીકૃત ચહેરો, રાજકીય મેનેજમેન્ટમાં અગ્રેસિવ તેમજ પાર્ટીના અંદરનો કકળાટ શિસ્તબંધ રીતે પતાવી દેવો.
Amcમાં હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન જશુ ઠાકોરને અમદાવાદ શહેર મહામંત્રી બનાવવામાં આવ્યા છે. આ પાછળના કારણોમાં જો વાત કરીએ તો ઓબીસી ચહેરો, નીર્વિવાદ ચહેરો, અને છેલ્લા 20 વર્ષથી સક્રિય રાજકારણમાં. અંજલી કૌશિકને મહિલા મોરચા મંત્રીથી મુખ્ય બોડીમાં મંત્રી બનાવવામાં આવ્યા છે તેના પાછળનું કારણ જો વાત કરીએ તો નોન ગુજરાતી ચહેરો, અગાઉ મહિલા મોરચામાં કામગીરીનો અનુભવ, તેમજ પ્રદેશ મીડિયા ટીમમાં કામ કરેલું જેનો જસ તેમને મળ્યો છે.
અમદાવાદ શહેર ઓબીસી મોરચાની જવાબદારી એએમસી પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ ને સોંપવામાં આવી છે જેના પાછળનો મુખ્ય કારણ જો વાત કરીએ તો ઓબીસી સમાજમાંથી આવે છે તેઓનો શાંત અને સરળ સ્વભાવ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નજીકના નેતા માનવામાં આવે છે જેના કારણે તેઓને શહેર ઓબીસી મોરચાની જવાબદારી મળી. પ્રદેશ યુવા મોરચાના કન્વીનર લીલાધર ખડગેને શહેર મીડિયા સહ ઈન્ચાર્જની જવાબદારી સોંપાઈ છે. જેમાં વાત કરીએ તો મરાઠી ના બની બેઠેલા નેતા પરાગ નાયક પોતે જ સંગઠનમાં ગોઠવાઈ ગયેલા છીએ જ તેવી આમ બી હાંકતા હતા પરંતુ છેલ્લા કેટલાય વિવાદોને લઈને તેઓનું પત્તું કપાયું જેને લઈને લીલાધર ખડગેને શહેર મીડિયા ઈન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે.
હવે અમદાવાદ શહેરનું નવું સંગઠન તૈયાર થઈ ગયું છે. અને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આવનારું અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભામાં આ સંગઠન ની કામગીરી કેવી રહેશે.

