VIDEO : Ahmedabadના નિકોલમાં કરોડોનું સોનું ચોરાયું, જ્વેલરી શોરૂમમાં 2.10 કરોડનો હાથફેરો
સોર્સ : gstv
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી આભૂષણ જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. શોરૂમમાંથી અંદાજે 1300 ગ્રામ સોનાની ચોરી થતાં વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. ચોરીનો મુદ્દામાલ અંદાજે બે કરોડ રૂપિયાનો હોવાનું પ્રાથમિક અંદાજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. શોરૂમ સંચાલકો દ્વારા આશરે 2.10 કરોડ રૂપિયાની ચોરીની પ્રાથમિક જાહેરાત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે શોરૂમમાં કામ કરતી એક મહિલા કર્મચારી ઉપર શંકાની સોય ફરતી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

