VIDEO: અમદાવાદના સેન્ટોસા પાર્કમાંથી આખરે પાણી ઓસર્યા, બે દિવસની કવાયત બાદ તંત્ર સફળ!
સોર્સ : gstv
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ સેન્ટોસા પાર્કમાંથી આખરે વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્રને સફળતા મળી છે. કર્ણાવતી ક્લબ પાછળ આવેલા આ કરોડો રૂપિયાના બંગલાઓમાં છેલ્લા બે દિવસથી ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્યમંત્રીએ આ જળમગ્ન વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સૂચના બાદ તંત્ર દ્વારા મોટા પંપ ગોઠવીને સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે બે દિવસ બાદ પાણી ઓસર્યા છે. પાણીનો નિકાલ થતાં જ આ સ્થાનિક રહીશોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.

