VIDEO: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પાણી ભરાયું, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
સોર્સ : gstv
વરસાદના કારણે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વેજલપુર વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહનવ્યવહાર અને રોજિંદા જીવનને અસર પહોંચી છે....ખાસ કરીને શ્રી નંદનગર વિભાગ-૧ અને વિભાગ-૨માં મોટાપાયે પાણી ભરાયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે વરસાદની મોસમમાં આ વિસ્તાર જળબંબાકાર બની જાય છે. વર્ષોથી આ સમસ્યા ચાલુ હોવા છતાં તંત્ર પાણીની નિકાલ વ્યવસ્થા ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે.નાગરિકોએ તંત્ર પાસે તાત્કાલિક સમાધાનની માંગ કરી છે.

