VIDEO: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના બંધારણ વિવાદ મામલે હાઈકોર્ટે આગામી 14 ઓગસ્ટની બેઠક પર મૂક્યો સ્ટે
સોર્સ : gstv
અમદાવાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એટલે કે SCAના બંધારણ અને વહીવટી પ્રક્રિયાને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે 14 ઓગસ્ટે મળનારી SCAની સ્પેશિયલ જનરલ બોડી મીટિંગ પર સ્ટે લગાવ્યો છે. આગામી 31 ઓગસ્ટે યોજાનારી સુનાવણી સુધી SCAની કોઈપણ બેઠક નહીં મળી શકે. SCA તરફથી હાજર સિનિયર વકીલે કોર્ટના આદેશનું પાલન કરવાની ખાતરી આપી છે. પૂર્વ નિવૃત્ત જસ્ટિસ એમ.આર. શાહે તમામ પક્ષકારોને મળ્યા બાદ 4 ઓગસ્ટે હાઈકોર્ટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં SCAમાં વહીવટદારની નિમણૂક અને કમિટીની રચનાની ભલામણ કરવામાં આવી છે. તમામ પક્ષકારો 24 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ અંગે પોતાના જવાબ રજૂ કરી શકશે. આ મામલે પોરબંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

