VIDEO: હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ
સોર્સ : gstv
હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉનું વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈને થોડું નબળું પડ્યું છે, તેમ છતાં રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ તેમજ કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગઇકાલે અમરેલીમાં 82 mm અને વલસાડમાં 112 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ ૨૧ ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દરિયાકાંઠાના તોફાની વાતાવરણને કારણે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપી બંદરો પર એલસીએસ 3 સિગ્નલ લગાડાયું છે.

