VIDEO: હવામાન વિભાગની ચેતવણી બાદ ડભોઇમાં જર્જરીત મકાનો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરાઈ.
સોર્સ : gstv
આગામી ૬ થી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ડભોઇ નગરપાલિકા દ્વારા વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે. આ સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચીફ ઓફિસર કિશન તડવી અને તેમની ટીમ દ્વારા નગરમાં અંદાજે ૪૦ જેટલા જર્જરીત અને ભયગ્રસ્ત મકાનોમાં રહેતા મિલકત ધારકોને મકાન ખાલી કરી અન્યત્ર વસવાટ કરવા માટેની નોટિસો ફટકારવામાં આવી છે. નગરમાં રિક્ષા દ્વારા પ્રચાર-પ્રસાર કરીને નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ નીચાણવાળા વિસ્તારના રહેવાસીઓને સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ છે, અને નાગરિકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેના માટે વિવિધ સમાજની વાડીઓ સહિતની વૈકલ્પિક વ્યવસ્થાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે

