ચૈતર વસાવાની જામીન અરજી પર બંને પક્ષોની દલીલો પૂર્ણ, 24 ઓગસ્ટે હાઈકોર્ટ આપશે ચુકાદો

સોર્સ : gstv
ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અને ખંડણી મામલે ચૈતર વસાવાની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ છે. રાજ્ય સરકારે ચૈતર વસાવા સામેના ગુનાઓનું લિસ્ટ કોર્ટમાં રજૂ કર્યું, જેમાં જણાવાયું છે કે ચૈતર વસાવા સામે કુલ 22 ફરિયાદો નોંધાયેલી હતી અને હજુ પણ તેમની સામે 12 ફરિયાદો પેન્ડિંગ છે.
અગાઉના ગુનામાં શરતોને આધારે જામીન સંબધિત રાહત આપવામાં આવી હતી અને ક્રિમીનલ એક્ટિવિટી નહીં થાય એ વાતને આધાર રાખીને બોન્ડ આપવામાં આવ્યા હતા. 22માંથી કેટલીક FIRમાં સમાધાન થયું છે તો કેટલીક રદ કરવામાં આવી છે પરંતુ હજુ પણ 12 પેન્ડિંગ ફરિયાદ પેન્ડિંગ છે. બંને પક્ષોની દલીલો સાંભળીને ૨૪ ઑગસ્ટના રોજ ચૈતર વસાવાની જામીન અરજી પર નિર્ણય લેવાશે. તેમ કોર્ટે જણાવ્યું હતું.

