Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Hearing in the High Court on the petition of Chaitar Vasava, it presented a list of crimes against Chaitar Vasava

ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી તેમાં ચૈતર વસાવા સામે ગુનાઓની યાદી રજૂ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ચૈતર વસાવાની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી તેમાં ચૈતર વસાવા સામે ગુનાઓની યાદી રજૂ
સોર્સ : Dhaval Barot

અમદાવાદ: ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અને ખંડણીના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

App Store

 

ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલા અને ખંડણીના મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાઓની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ચૈતર વસાવા સામે કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી કેટલીક FIRમાં સમાધાન થયું છે, જ્યારે કેટલીક FIR રદ કરવામાં આવી છે. જોકે, હજુ પણ ચૈતર વસાવા સામે 12 ફરિયાદો પેન્ડિંગ હોવાનું રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું.

 

રાજ્ય સરકારે વધુમાં દલીલ કરી હતી કે અગાઉના ગુનાઓમાં શરતોને આધારે ચૈતર વસાવાને જામીન સંબંધિત રાહત આપવામાં આવી હતી. ક્રિમિનલ એક્ટિવિટી નહીં થાય તેવી ખાતરીના આધારે બોન્ડ આપવામાં આવ્યા હોવાની પણ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.