Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The doctors of Ahmedabad Civil removed the very rare tumor of the old man by performing a 6.5 hour complicated surgery

VIDEO: અમદાવાદ સિવિલના તબીબોએ 6.5 કલાકની જટિલ સર્જરી કરી વૃદ્ધની અતિ દુર્લભ ગાંઠ દૂર કરી

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગે સર્જરી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તબીબોએ 65 વર્ષીય વૃદ્ધના પેટના અત્યંત સંવેદનશીલ ભાગમાં આવેલી અતિ દુર્લભ ‘રેટ્રોપેરીટોનિયલ પેરાગેન્ગ્લિઓમા’ ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી છે. આ 65x54 મીમીની ગાંઠ હૃદય તરફ લોહી લઈ જતી મુખ્ય શિરા અને ધમની વચ્ચે આવેલી હોવાથી સર્જરી અત્યંત જોખમી હતી. ડૉ. શ્રેણિક શાહના નેતૃત્વમાં અને ડૉ. ભાવના રાવલની એનેસ્થેસિયા ટીમના સંકલનથી 6.5 કલાક ચાલેલી જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી સફળ રહી હતી. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ હવે જટિલ કેસો માટે રાજ્યભરમાં ભરોસાપાત્ર રેફરલ સેન્ટર બન્યું છે.

App Store