VIDEO: અમદાવાદમાં એમ.ડી. ડ્રગ્સ અને ગાંજા સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
સોર્સ : gstv
અમદાવાદમાં નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી ઝુંબેશ હેઠળ નારોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નારોલ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ, ગાંજો અને નશાકારક ટેબ્લેટના જથ્થા સાથે રીઢા ગુનેગાર નાશીરખાન ઉર્ફે માનસિક પઠાણને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 31 ગ્રામ એમડી ડ્રગ્સ, 128 ગ્રામ ગાંજો અને 650 નશાકારક ટેબ્લેટનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ 11 ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે બે વખત પાસાની સજા પણ ભોગવી ચૂક્યો છે. આરોપીએ નવાપુરાના અસલમ પાસેથી ડ્રગ્સ લાવ્યું હોવાનો ખુલાસો કર્યો છે. હાલ પોલીસે ફરાર અસલમને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

