VIDEO: અમદાવાદમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ગ્રાન્ટની રકમ પરત ન કરનારી 133 ગ્રાન્ટેડ શાળાઓને નોટિસ ફટકારી
અમદાવાદમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ખાતાકીય ઓડિટ પછી ગ્રાન્ટની રકમ પરત ન કરનારી 133 ગ્રાન્ટેડ શાળાઓને અંતિમ નોટિસ ફટકારી છે. ઓડિટ બાદ ગ્રાન્ટની રકમ પરત ન કરનાર શાળાઓને છેલ્લી તક આપવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ચૂકવી નથી
છેલ્લા ઘણા વર્ષોથી સરકારી સૂચના છતાં આ શાળાઓએ બાકી રકમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ચૂકવી નથી, જેની કુલ રકમ 2 કરોડ 91 લાખ છે. સૌથી વધુ રકમ મણિનગરની જય સોમનાથ શાળાની 62 લાખ 55 હજાર બાકી છે, જ્યારે આશ્રમ રોડની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલની 29 લાખ 79 હજાર રકમ ચૂકવવાની બાકી છે.
આ ઉપરાંત 5 શાળાઓ એવી છે જેને 12 લાખથી વધુની રકમ સરકારમાં પરત કરવાની બાકી છે. શાળાઓને પોતાનો ખુલાસો રજૂ કરવા માટે આ અંતિમ તક આપવામાં આવી છે. જે શાળાઓ નોટિસ છતાં રકમ નહીં ચૂકવે તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને જિલ્લા શિક્ષણાધિકારી કલેક્ટરને તેમની યાદી સોંપશે. જે શાળાઓએ રકમ જમા કરાવી હોય તેમને પુરાવા રજૂ કરવા સૂચન આપવામાં આવ્યું છે.

