VIDEO: બ્રાઈટ સ્કૂલમાં ચીઠ્ઠીમાં આઈ લવ યુ લખવાનો મામલો, વાલીએ સંચાલક પાસેથી 25 લાખ રૂપિયા માગ્યા
સોર્સ : gstv
અમદાવાદના રામોલ સ્થિત બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ-4ના વિદ્યાર્થીને માર મારવા બદલ શિક્ષિકા અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શાળામાં મળેલા આઈ લવ યુ લખેલા કાગળ બાબતે 9 વર્ષીય વિદ્યાર્થીને શિક્ષિકા સીમા ગોસ્વામી અને આચાર્ય ઇન્દ્રજીત મૌર્ય દ્વારા ઠપકો આપી ફૂટપટ્ટીથી માર મારવામાં આવ્યો હતો. આ મામલે વાલીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. બીજી તરફ, આચાર્ય ઇન્દ્રજીત મૌર્યએ ખુલાસો કરતા જણાવ્યું કે, વિદ્યાર્થી અગાઉ પણ ગેરશિસ્ત આચરતો હતો. બનાવ બાદ પરિવારે 25 લાખ અથવા બંને બાળકોની કાયમી ફી માફીની માંગણી કરી હતી. આ ઘટના બાદ શિક્ષીકાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.

