Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The accused who made a nude video of a girl and blackmailed her was caught in Bopal

VIDEO: બોપલમાં યુવતીનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરનાર આરોપી પકડાયો, ઈન્સ્ટાગ્રામ પર વાતચીત બાદ બંને વચ્ચે થઈ હતી મિત્રતા

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના બોપલ વિસ્તારમાં યુવતીને વીડિયો કોલ દરમિયાન ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાના આરોપમાં પોલીસે કર્તવ્ય મણિયાર નામના યુવકની ધરપકડ કરી છે. ઘુમા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય ફોરેન્સિક સાયન્સની વિદ્યાર્થીનીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ યુવક અને યુવતી અગાઉ એક જ સોસાયટીમાં રહેતા હતા અને ઈન્સ્ટાગ્રામ પર વાતચીત બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

 યુવતીનો ન્યૂડ વીડિયો બનાવ્યો હોવાનો આરોપ

App Store

આરોપીએ વીડિયો કોલ દરમિયાન યુવતીનો ન્યૂડ વીડિયો બનાવ્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ વીડિયો અને ઈન્સ્ટાગ્રામ પાસવર્ડ પોતાની પાસે રાખવાની ધમકી આપી પૈસાની માંગણી કરતો હતો. યુવતી પાસેથી ચાર હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી દર મહિને 10 હજાર રૂપિયાની માંગણી કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બોપલ પોલીસે આનંદનગર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.