Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Terror of anti-social elements in Vastral: Decorators' shop vandalized

Ahmedabadના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક: ડેકોરેટર્સની દુકાનમાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોની ગુંડાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તનમન ચોકડી પાસે આવેલી માધવ સ્કૂલ નજીક અર્બુદા ડેકોરેટર્સમાં એક શખ્સે તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

App Store

સ્થાનિકોના આક્ષેપ અનુસાર, સંકેત ચૌધરી નામના શખ્સે છેલ્લા 10 વર્ષમાં ત્રીજી વખત આ પ્રકારે ગુંડાગીરી આચરી છે. અસામાજિક તત્વોના સતત વધતા ત્રાસથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.