Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Swimming pools built on Nikol roads in heavy rains in Ahmedabad, people are outraged by the mistake of voting

VIDEO: અમદાવાદમાં ભારે વરસાદમાં નિકોલના રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ, મત આપીને ભૂલ કર્યાનો લોકોનો આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર એટલું પાણી ભરાયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે કે જાણે રસ્તો નહીં પરંતુ સ્વિમિંગ પૂલ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
 
સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન નિકોલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓને પણ પોતાના ઘર અને દુકાનો સુધી પહોંચવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે.

App Store

મત આપીને ભૂલ કરી?:સ્થાનિકો

નિકોલ વિસ્તારના વિકાસને લઈને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સામે પણ સ્થાનિક સ્તરે સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે વિકાસની આશા સાથે મત આપ્યા બાદ પણ વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સમસ્યાઓનો કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, રોડ અને ડ્રેનેજ વ્યવસ્થામાં યોગ્ય આયોજન કરવામાં આવે તો ચોમાસા દરમિયાન સર્જાતી આવી સ્થિતિને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય. હાલ રસ્તાઓ પર ભરાયેલા પાણીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે અને તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
 
નિકોલના રહેવાસીઓનો સવાલ છે કે શહેરના વિકાસના દાવાઓ વચ્ચે જો વરસાદ પડતાં જ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય, તો આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? 'આ છે અમારું નિકોલ…' કહીને સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.