Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Successful rescue of Shakarabaj, a predatory bird in Ghatlodia, commendable work by Animal Life Care!

VIDEO: ઘાટલોડિયામાં શિકારી પક્ષી શકરાબાજનું સફળ રેસ્ક્યુ, એનિમલ લાઈફ કેરની પ્રશંસનીય કામગીરી!

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અર્જુન એપાર્ટમેન્ટ ખાતે રાત્રિના સમયે એક શિકારી પક્ષી શકરાબાજ આવી ચડતાં સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું. રહીશોએ આ અંગે તાત્કાલિક 'એનિમલ લાઈફ કેર' સંસ્થાનો સંપર્ક કર્યો હતો, જેથી સંસ્થાના વિજય ડાભી વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પક્ષીનું સુરક્ષિત રીતે સફળ રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ શકરાબાજને જરૂરી પ્રાથમિક દવા અને ફીડિંગ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શકરાબાજ પોતાની તીક્ષ્ણ નજર અને અત્યંત ઝડપી ઉડાન માટે જાણીતું શિકારી પક્ષી છે, જે નાના જીવજંતુઓ અને ઉંદરોનો શિકાર કરી પ્રકૃતિમાં પર્યાવરણીય સંતુલન જાળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ અને સક્રિય ભૂમિકા ભજવે છે.

App Store