Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Murder of 52-year-old man solved in Ghatlodia, young engineer from society is accused

VIDEO: ઘાટલોડિયામાં 52 વર્ષીય વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલાયો, સોસાયટીનો જ એન્જિનિયર યુવક આરોપી

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 52 વર્ષીય કાનજીભાઈની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ હત્યા કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ સોસાયટીમાં જ રહેતા એક એન્જિનિયર યુવકે નજીવી બાબતે કરી હોવાનું સામે આવ્યું છે. જૂની અદાવત અને સામાન્ય બોલાચાલીમાં યુવકે વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા છે.મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં 20 વર્ષથી કામ કરતા કાનજીભાઈનો મૃતદેહ પાર્કિંગમાંથી મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે સોસાયટીના G-બ્લોકમાં રહેતા 25 વર્ષીય ઋત્વિકે કાનજીભાઈના માથામાં બોથડ પદાર્થ મારી તેમની હત્યા કરી હતી.મૃતક કાનજીભાઈ જ્યારે ન્હાવા જતા ત્યારે દરવાજો ખુલ્લો રાખતા, જે બાબતે ઋત્વિક સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આ જૂની અદાવત રાખીને આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

App Store