Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Successful rescue of rare red sand boa snake appeared in Daryapur, Ahmedabad!

VIDEO: અમદાવાદના દરિયાપુરમાં દેખાયો અજૂબો, દુર્લભ રેડ સેન્ડ બોવા સાપનું સફળ રેસ્ક્યુ!

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના દરિયાપુર દરવાજા નજીક આવેલા કોમ્યુનિટી હોલ પાસે રેતીના ઢગલામાંથી દુર્લભ ગણાતો રેડ સેન્ડ બોવા એટલે કે આંધળી ચાકળ મળી આવતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આ અંગેની જાણ થતાં જ એનિમલ લાઈફ કેરના વાઈલ્ડલાઈફ એક્સપર્ટ વિજય ડાભીએ ઘટનાસ્થળે પહોંચીને આ સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેને તેના કુદરતી નિવાસસ્થાન એવા જંગલ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો. વાઈલ્ડલાઈફ એક્સપર્ટે સ્પષ્ટતા કરી હતી કે રેડ સેન્ડ બોવા સંપૂર્ણપણે બિનઝેરી સાપ છે અને તેની પૂંછડી માથા જેવી દેખાતી હોવાથી લોકો તેને બે મોઢાવાળો સમજીને અંધશ્રદ્ધાનો ભોગ બનાવતા હોય છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે આવા વન્યજીવોને નુકસાન પહોંચાડવાને બદલે તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગને જાણ કરવી.

App Store