VIDEO: રીક્ષા હડતાળ વચ્ચે અમદાવાદમાં એએમટીએસ બસોનું સફળ સંચાલન,,શ્રાવણ માસની બસો રદ રાત્રે ૧૨ વાગ્યા પછી પણ બસ સેવા શરૂ
સોર્સ : gstv
અમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાળના પગલે મુસાફરોને અસુવિધા ન પડે તે માટે એએમટીએસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું…શ્રાવણ માસની બસો રદ કરીને મુસાફરોની સુવિધા અર્થે રાત્રે ૧૨ વાગ્યા પછી પણ રેલવે સ્ટેશન સહિતના મુખ્ય સ્થળોએ એએમટીએસ બસો દોડાવવામાં આવી હતી, જેથી મુસાફરો હેરાન ન થાય. આ સ્થિતિ વચ્ચે એક જ દિવસમાં ૯૯૯ જેટલી બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૭ લાખ ૧૦ હજાર ૫૧૪ મુસાફરોએ સફળતાપૂર્વક મુસાફરી કરી હતી. આ વિશેષ વ્યવસ્થા અને વધેલા ટ્રાફિકના કારણે એએમટીએસને એક જ દિવસમાં કુલ રૂ. ૪૭ લાખ ૭૭, હજાર ૧૩૩ ની જંગી આવક પણ પ્રાપ્ત થઈ હતી.

