VIDEO: અમદાવાદ કોર્પોરેશન શાળાઓમાં પ્રથમવાર ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા આપશે
સોર્સ : gstv
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં આ વખતે પ્રથમવાર ધોરણ 10માં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે...નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગત વર્ષથી ધોરણ નવ શરૂ કરવામાં આવ્યું હતું…ધોરણ નવ ના વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હવે ધોરણ 10 માં બોર્ડ દ્વારા પરીક્ષા આપશે. આમ મહાનગરપાલિકા દ્વારા હવે ધોરણ નવ અને ધોરણ 10 શરૂ કરાતા વિદ્યાર્થીઓને ફાયદો થશે..અગાઉ કોર્પોરેશન શાળામાં માત્ર આઠ જ ધોરણ સુધી શિક્ષણ આપવામાં આવતું હતું ત્યારબાદના શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ પર આધાર રાખવો પડતો હતો. ખાનગી શાળાની ફી તેમજ અન્ય કારણોસર ડ્રોપ આઉટ રેશિયો ઊંચો જતો હતો પરંતુ હવે કોર્પોરેશનની શાળાઓમાં માધ્યમિક શાળાઓ ના વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

