VIDEO: પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારની તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ, એન્જિયોગ્રાફી કરી બે સ્ટેન્ટ મુકાયા
સોર્સ : gstv
પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ગત રાત્રિના અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ જણાતા અમદાવાદની થલતેજ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....હોસ્પિટલના તબીબો દ્વારા એન્જિયોગ્રાફીની પ્રક્રિયા કરવામાં આવી, જેમાં બ્લોકેજ માલુમ પડતાં સફળતાપૂર્વક બે સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

