Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Special voter list correction campaign camps to be held at 5524 polling stations

Ahmedabad: 5524 મતદાન મથકો પર યોજાશે મતદાર યાદી સુધારણા ઝૂંબેશ કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: 5524 મતદાન મથકો પર યોજાશે મતદાર યાદી સુધારણા ઝૂંબેશ કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે
સોર્સ : GSTV

અમદાવાદ જિલ્લાના 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા ઝૂંબેશનો કેમ્પ આગામી 27-28 ડિસેમ્બર, 3-4 જાન્યુઆરી દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજાશે.

App Store

અમદાવાદ: 5524 મતદાન મથકો પર ખાસ કેમ્પ

અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(સર)નો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 1-1-2026ની લાયકાતની તારીખે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની બીજા તબક્કાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે. જેમાં મતદારો પોતાના વાંધા તેમજ હક-દાવાઓ રજૂ કરી શકે છે.

21 વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પ

જે અંતર્ગત, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ 21 વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી અથવા તો વિગતમાં કોઈ સુધારો જરૂરી છે, તો આ ખાસ કેમ્પ દરેક મતદાર માટે મહત્ત્વની તક છે. આ ચારેય દિવસ દરમિયાન દરેક મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર હાજર રહેશે, જેઓ મતદારોને રજૂ કરવાના જરૂરી પુરાવા અને દસ્તાવેજો અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત, નવા નામ નોંધાવવા માટે ફોર્મ-6, નામ કમી કરવા માટે ફોર્મ-7 અને સુધારા-વધારા કે સ્થળાંતર માટે ફોર્મ-8 સ્થળ પર જ ઉપલબ્ધ રહેશે.