VIDEO: અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શાળાઓને સાવચેતી રાખવા સૂચના અપાઈ
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. શાળાઓને જણાવાયું છે કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની રીતે વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકે છે. જો કોઈ વિસ્તારમાં ઓછા વરસાદમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો બાળકોની સલામતીને પ્રાથમિકતા આપીને જરૂરી પગલાં લેવા રહેશે. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ નવી સૂચના આપવામાં આવશે તો તે શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે તેઓ જિલ્લાના કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે અને વરસાદની સ્થિતિ પર નજર રાખશે.

