VIDEO: 'વધતી મોંઘવારીને લીધે ગરીબોને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો', કોંગ્રેસ નેતા મનિષ દોશીએ સરકારને આડે હાથ લીધી
સોર્સ : GSTV
એક એપ્રિલ પછી મોંઘવારી વધવાના કારણે કોંગ્રેસ નેતા મનિષ દોશીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. દોશીએ કહ્યું કે મોંઘવારી વધતાં સામાન્ય લોકો માટે જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે. કોમર્શિયલ ગેસના ભાવમાં 218 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલમાં 11 રૂપિયા અને ડીઝલમાં 1.5 રૂપિયાનો વધારો થયો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડાયાબિટીસ સહિતની આશરે 900 જરૂરી દવાઓમાં 10 ટકાનો વધારો થતા ખાસ કરીને સિનિયર સિટિઝનો માટે દવાઓ ખરીદવી મુશ્કેલ બની છે. ઉપરાંત ટોલ ટેક્સમાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એક્સાઈઝના નામે લોકો પાસેથી આશરે 35 લાખ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

