VIDEO: ગાંધીજીના જન્મસ્થળ નજીક વાઈન શોપ શરૂ કરવાની પ્રસ્તાવનાનો કોંગ્રેસ દ્વારા વિરોધ, સરકાર સામે કર્યા આ આક્ષેપ
સોર્સ : GSTV
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોરબંદર સ્થિત મહાત્મા ગાંધીજીના પવિત્ર જન્મસ્થળ નજીક વાઈન શોપ શરૂ કરવાની પ્રસ્તાવના સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સ્પષ્ટ કર્યું છે કે સત્ય અને અહિંસાના પ્રતીક સમાન આ ઐતિહાસિક સ્થળના સન્માનને જાળવી રાખવા સરકારે તત્કાલ આ પ્રસ્તાવ પાછો ખેંચવો જોઈએ.

