VIDEO: અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે રિક્ષાચાલકની ટ્રાફિક પોલીસ પર દાદાગીરી
સોર્સ : gstv
અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે બંધ સિગ્નલે પુરઝડપે રિક્ષા દોડાવતાં અટકાવવા બદલ રિક્ષાચાલકે TRB જવાન અને પોલીસકર્મી સાથે મારામારી કરી હોબાળો મચાવ્યો હતો. રિક્ષા અથડાતાં કાચ તૂટ્યા બાદ ચાલકે TRB જવાનને ઢોર માર માર્યો હતો અને બચાવવા વચ્ચે પડેલા પોલીસકર્મી મનોજભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. આ મામલે ઈ-ટ્રાફિક પોલીસે સરકારી કામમાં અડચણરૂપ થવાનો ગુનો નોંધી બહેરામપુરાના આરોપી રિક્ષાચાલક જીગર સોલંકીની ધરપકડ કરી છે.

