VIDEO: અમદાવાદના બોપલમાં ૫૧ હજાર રુદ્રાક્ષનું ૧૧ ફૂટ ઊંચું શિવલિંગ
સોર્સ : gstv
શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમદાવાદના બોપલ સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. અહીં 51 હજાર પંચમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરીને 11 ફૂટ ઊંચું વિશાળ મહા શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પંચમુખી રુદ્રાક્ષ ખાસ નેપાળથી મંગાવવામાં આવ્યા છે. વહેલી સવારથી જ રુદ્રાક્ષના દિવ્ય શિવલિંગના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અમાસ સુધી ભક્તો આ વિશાળ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરી શકશે. ત્યારબાદ રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે.

