VIDEO: અમદાવાદના અંજલિ ચાર રસ્તા પાસે વગર વરસાદે ભુવો પડ્યો, તંત્રની કામગીરી વિરુદ્ધ લોકોમાં રોષ
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, કેમ કે વગર વરસાદે અંજલિ ચાર રસ્તા પાસે અચાનક ભૂવો પડી ગયો છે. ભૂવો પડવાના કારણે માર્ગ પર વાહનવ્યવહારને અસર થઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક લોકોએ તાત્કાલિક જાતે જ ભૂવા ફરતે બેરિકેટિંગ કરીને સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વગર વરસાદે થતા આવા ધોવાણ સામે કોર્પોરેશન ક્યારે કાયમી નક્કર કામગીરી કરશે તેવા પ્રશ્નો નગરજનો પૂછી રહ્યા છે.

