VIDEO: અમદાવાદના લાંચિયા પૂર્વ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે મોકલાયા સાબરમતી જેલ
સોર્સ : gstv
અમદાવાદના પૂર્વ ચીફ ફાયર ઓફિસર અને વર્ગ-૧ ના લાંચિયા અધિકારી અમિત ડોંગરેના રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે તેમને સાબરમતી જેલ હવાલે કર્યા છે. છ અરજી મંજૂર કરવાના બદલીમાં રૂ. ૩૬ હજાર ની લાંચ લેવાના કેસમાં એસીબી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટે બે વખત તેમના રિમાન્ડ મંજૂર કર્યા હતા, અને અમિત ડોગંગરીના વધુ રિમાન્ડની માંગ ન કરતા સાબરમતી જેલ હવાલે કરાયો છે..

