પાયલ હોસ્પિટલ CCTV કાંડ મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર, જાણો શું ખુલાસા થયા પોલીસ તપાસમાં

પાયલ હોસ્પિટલ વાયરલ CCTV મામલે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે. જેમાં જાણવા મળ્યું કે, મેઘા MBBS YouTube ચેનલ સહિત અલગ અલગ I'd બનાવ્યા હતા. હોસ્પિટલમાં CCTV હેક કરીને તેમાં મહિલાઓને આપવામાં આવતા ઇન્જેક્શનના વિડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. તેમાં મહિલાઓની પ્રાઈવેસીનો ભંગ થયો હતો. આ CCTV કેટલા લોકોને વેચવામાં આવ્યા તે તપાસ જરૂરી છે. 20 જેટલા ટેલીગ્રામ ID મળી આવ્યા છે. તે વિડિઓ પૈસાથી વેચવામાં આવતા હતા. નગ્ન અને અશ્લીલતાના વિડિયો વેચીને પૈસા મેળવતા હતા.
CCTVનું એક્સેસ કેવી રીતે મેળવ્યું તે જાણવું પણ જરૂરી છે. સ્ત્રીઓના વિડિયો વાયરલ કરવા જેવો ગંભીર ગુનો બને છે. આ મામલે આરોપીઓ બહારના રાજ્યના હોવાથી બચાવ પક્ષ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ આરોપીની હાજરી સિવાય તપાસ કરી શકાય તેમ ન હોવાથી કોર્ટે આખરે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જણાવી દઈએ કે, 17 ફેબ્રુઆરીના રોજ ગુનો નોંધાયો અને બંને આરોપીની 18 તારીખે ધરપકડ કરવામાં આવી હતી. ગૃહમંત્રી અને જેસીપી દ્વારા અટકાયત કરીને પ્રેસ પણ કરવામાં આવી હતી.
બચાવ પક્ષાના વકીલ દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ આરોપીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રજનવલ તેલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ પાથીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે IT એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં 3 વર્ષની સજા છે પરંતુ બાદમાં પોલીસે 66F કલમનો પણ ઉમેરો કર્યો જેની સજા જીવનભર જેલ છે. આરોપીઓની અટકાયત 2 દિવસ પહેલા ઘરપકડ કરવામાં આવીને ગઈકાલે 1.30 વાગે ધરપકડ બતાવામાં આવી છે.

