Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Major revelations in investigation into accused in Payal Hospital's CCTV case

પાયલ હોસ્પિટલના વાયરલ CCTV વીડિયો મામલે આરોપીની તપાસમાં સામે આવ્યા મોટા ખુલાસા

Timeછેલ્લું અપડેટ : 20 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પાયલ હોસ્પિટલના વાયરલ CCTV વીડિયો મામલે આરોપીની તપાસમાં સામે આવ્યા મોટા ખુલાસા

પાયલ હોસ્પિટલમાં મહિલાઓના CCTV વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામમાં વાયરલ થવાને મામલે સાઇબર ક્રાઇમની તપાસમાંથી મોટો ખુલાસો સામે આવ્યો છે. મુખ્ય આરોપી પ્રજ્વલ તૈલી વીડિયો અને ફોટો દ્વારા છેલ્લા ૮ મહિનામાં ૧ લાખથી વધુ રૂપિયાની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે.

App Store

વીડિયોને મામલે પ્રજ્વલ તૈલી અને ચંદ્રપ્રકાશ ૮૦૦થી ૨૦૦૦ રૂપિયા મેળવતા હતા. અત્યાર સુધીમાં ભારતની ૬૦ થી ૭૦ હોસ્પિટલોના સીસીટીવી વીડિયો મળી આવ્યા છે. આરોપીની ટેલિગ્રામ લિંકમાં 100થી વધુ સબક્રાઇબર હતા. જેમાં હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતની જગ્યાના મહિલાઓના સીસીટીવી વીડિયો મળી આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં તેમણે રાજકોટ સહિત દેશના અન્ય શહેરોની હોસ્પિટલના સીસીટીવી હેક કરીને ખુબ મોટા પ્રમાણમાં વિડીયો બનાવ્યા હતા.ચોંકાવનારી બાબત એ છે કે, ત્રણેય આરોપી હેકર્સ દ્વારા હોસ્પિટલો, મોલ અને જાહેર જગ્યાના સીસીટીવી કેમેરા હેક કરી મહિલાઓના ફૂટેજ મેળવી લઈને માનસિક વિકૃતોને ટેલીગ્રામ કે યુ ટ્યૂબ ઉપર યુઝર આઈડી, પાસવર્ડ આપીને વેચાણનું આયોજનપૂર્વકનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમની ટીમે 48 કલાક જાગીને ઓપરેશન પાર પાડ્યું

રાજકોટની હોસ્પિટલના સીસીટીવી હેક કરીને વાયરલ કરવાના મામલે ગુનો નોંધવાની સાથે જ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હા , ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાજયન,  સાયબર ક્રાઇમના એસીપી  હાર્દિક માકડિયા અને ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલને અલગ અલગ ટાસ્ક આપીને પાંચ જેટલા પીઆઇની ટીમ બનાવીને મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ મોકલી હતી. અને સતત 48 કલાક સુધી કો-ઓર્ડીનેટ કરીને સમગ્ર કૌભાંડને પાર પાડ્યું હતું.