Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Read this special before going on Bagodara-Dhandhuka Highway! The system announced a new route!

VIDEO: બગોદરા-ધંધુકા હાઈવે પર જતાં પહેલાં આ ખાસ વાંચો! તંત્રે જાહેર કર્યો નવો રૂટ!

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બગોદરા–ધંધુકા રોડ પર આવેલા ધીંગડા ગામ નજીક રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. રસ્તા પર પાણી ભરાયેલા હોવાને કારણે રાત્રિના સમયે રોડ વચ્ચે આવેલું ડિવાઇડર વાહનચાલકોને સ્પષ્ટપણે દેખાતું નથી, જેના લીધે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે. જાહેર જનતાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ (ટ્રાફિક ડાયવર્ઝન) ની વ્યવસ્થા કરવામાં આવી છે.

App Store

વાહનો માટે વૈકલ્પિક માર્ગો અને પોલીસની અપીલ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી સુચના મુજબ, ધંધુકાથી બગોદરા તરફ જતા વાહનો માટે ગુંદી – અરણેજ માર્ગ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જ્યારે બગોદરાથી ધંધુકા તરફ જતાં વાહનોને અરણેજ – ગુંદી માર્ગ થઈને આગળ ધંધુકા તરફ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને તમામ ભારે વાહનચાલકોને આગામી નવી સૂચના ન મળે ત્યાં સુધી આ વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે અને પોલીસ તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સહકાર આપવા માટે અપીલ કરાઈ છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News