VIDEO: વિરમગામ-માળિયા હાઈવે પર અકસ્માત, અમદાવાદ-નખત્રાણા રૂટની એસટી બસ પલટી!
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાના વિરમગામ-માળિયા હાઈવે પર એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી નખત્રાણા રૂટ પર જઈ રહેલી એસટી બસ અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર પલટી મારી ગઈ હતી. બસ પલટી જતાં મુસાફરોમાં ભારે અફડાતફડી અને ચીસિયારીઓ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે. અકસ્માત સર્જાતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા. તમામ મુસાફરોનો આબાદ બચાવ થતાં સ્થાનિકો અને મુસાફરોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.

