VIDEO: અમદાવાદમાં રથયાત્રાનો ઉત્સાહ: ૧૪૯મી રથયાત્રા પૂર્વે સરસપુરના બાલા હનુમાનજી મંદિરે ભવ્ય ચરણ પાદુકા પૂજન
સોર્સ : gstv
અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રાને લઈને શહેરમાં ધાર્મિક માહોલ જામ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સરસપુરના શ્રી બાલા હનુમાનજી મંદિરે ભગવાન જગન્નાથજીની પવિત્ર ચરણ પાદુકાનું પૂજન-અર્પણ કરવામાં આવ્યું હતું. વેદમંત્રોના ગુંજારવ વચ્ચે યોજાયેલા આ સમારોહમાં સંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં સંસ્કૃત યાત્રા કાઢી ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા ચરણ પાદુકા દર્શન માટે મુકવામાં આવી છે. રથયાત્રાના દિવસે મહાપ્રસાદ અને ભજન-કીર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે તંત્ર અને ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

