Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Claims of development in Ahmedabad washed away in water, posh areas submerged even after 24 hours of rain!

VIDEO: અમદાવાદમાં વિકાસના દાવા પાણીમાં ધોવાયા, વરસાદ બંધ થયાના ૨૪ કલાક પછી પણ પૉશ વિસ્તારો જળમગ્ન!

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મેગા સિટી અમદાવાદમાં સ્માર્ટ સિટી અને અબજો રૂપિયાના ખર્ચે થતા વિકાસના મોટા-મોટા દાવાઓ પ્રારંભિક ચોમાસામાં જ તદ્દન પોકળ સાબિત થયા છે. શહેરના અત્યંત પૉશ ગણાતા એસ.જી. હાઈવે નજીક નિરમા યુનિવર્સિટીના પાછળના દરવાજા પાસે ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે વરસાદ બંધ થયાને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી અહીંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૉશ વિસ્તારની આ બદતર સ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ સદંતર ખુલ્લી પડી ગઈ છે અને જનતામાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

App Store