VIDEO: દેડિયાપાડામાં વિદ્યાર્થીઓના ધુણવાના મામલે મનોચિકિત્સકનું મોટું નિવેદન: ફૂડ પોઈઝનિંગ નહીં પણ માનસિક તણાવ હોઈ શકે
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં વિદ્યાર્થીઓ અચાનક ધુણવા લાગવાની ઘટના અંગે મનોચિકિત્સકોએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ફૂડ પોઈઝનિંગના લક્ષણો અલગ હોય છે, તેથી આ ઘટના ફૂડ પોઈઝનિંગ હોવાની શક્યતા નહિવત છે...આ ઘટના પાછળ વિદ્યાર્થીઓ કોઈ અંડરલાઈન સ્ટ્રેસમાં હોઈ શકે છે, જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. મનોચિકિત્સકોએ સલાહ આપી છે કે તાત્કાલિક ધોરણે બાળકોનું કાઉન્સેલિંગ કરવું જોઈએ....ઘર, ગામ અને શાળાના વાતાવરણનો અભ્યાસ કરીને વાસ્તવિક કારણો શોધવા જોઈએ.

