Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Protest and uproar by Congress workers over audience gallery issue at AMC general meeting

VIDEO: AMC ની સામાન્ય સભામાં પ્રેક્ષક ગેલેરી મુદ્દે કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ અને હોબાળો

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રવેશવાનો પ્રયાસ કરતાં ભારે હોબાળો મચ્યો હતો. પ્રવેશ પાસ અંગે AMC સિક્યોરિટી અને પોલીસ જવાનો સાથે કાર્યકરોની તીખી બોલાચાલી થઈ હતી. કાર્યકરોએ દલીલ કરી હતી કે તેઓ અગાઉ પણ પાસ વગર આવ્યા છે અને પોતાના નેતાઓ પ્રજાના પ્રશ્નો કેવી રીતે ઉઠાવે છે તે જોવા આવ્યા છે. દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીની મધ્યસ્થતા બાદ પાસ બનાવવાની ખાતરી પર બેસવાની મંજૂરી મળી હતી, પરંતુ બાદમાં મેયર હિતેશ બારોટની સૂચનાથી પોલીસે તમામને ગેલેરીમાંથી બહાર કાઢતાં કોંગ્રેસ કાર્યકરોએ મેયર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

App Store