VIDEO: પ્રધાનમંત્રી મોદીએ દેશવ્યાપી નશામુક્ત અભિયાનનો કરાવ્યો પ્રારંભ
સોર્સ : gstv
ભારતને નશામુક્ત બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ સાથે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’નો દેશવ્યાપી પ્રારંભ થયો છે. અમદાવાદના શાહીબાગ BAPS મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખરાબ સંગત અને મોબાઈલ તથા નશીલા પદાર્થોની લતમાં ફસાઈને કરોડો યુવાનો બરબાદ થઈ રહ્યા છે. દારૂ અને ડ્રગ્સ જેવા નશાથી પરિવારોની હાલત કફોડી બને છે. આ ગંભીર સમસ્યામાંથી દેશના યુવાનોને બચાવવા માટે આપણે સૌએ સાથે મળીને કડક સંકલ્પ કરવો પડશે. દરેક વ્યક્તિએ પોતે નશો ન કરવાનો પ્રણ લેવાની સાથે અન્ય પાંચ લોકોને પણ નશામુક્ત બનવાની પ્રેરણા આપીને એક મજબૂત સામાજિક ચેઇન બનાવવી અનિવાર્ય છે.

