VIDEO : Ahmedabadમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ, ચુસ્ત બંદોબસ્ત હેઠળ EVM ડિસ્પેચનો પ્રારંભ
સોર્સ : gstv
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. શહેરના 16 સ્ટ્રોંગ રૂમ ખાતેથી CCTV અને હથિયારી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ EVM ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. દરેક સેન્ટર પર 1200 થી 1300 જેટલો સ્ટાફ તૈનાત છે. ચૂંટણી ટીમોને EVM સાથે ચૂંટણી સાહિત્ય, હેલ્થ કીટ અને ગરમીને જોતા ORS જેવી સામગ્રી આપી મતદાન મથકો પર રવાના કરવામાં આવી છે, જેથી આવતીકાલે સુચારૂ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ શકે.

