Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO/ Ahmedabad's traffic relief: Now AI will handle the signals,

VIDEO/ Ahmedabadના ટ્રાફિકમાંથી મુક્તિ: હવે AI સંભાળશે સિગ્નલ, વાહનોની લાઈન જોઈને બદલાશે લાઈટ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના ટ્રાફિકથી કંટાળેલા વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. હવે શહેરના ટ્રાફિક સિગ્નલો કોઈ માણસ કે ફિક્સ ટાઈમર નહીં  પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  એટલે કે AI સંભાળશે. ટ્રાફિકની ઘનતા જોઈને સિગ્નલ જાતે જ નક્કી કરશે કે કઈ બાજુ કેટલો સમય લીલી લાઈટ રાખવી. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા AI આધારિત સિગ્નલ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. નેહરુનગરથી ઇસ્કોન સુધીના બે મુખ્ય કોરિડોરના 10 જંકશન પર આ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ લાઈવ ટ્રાફિકને માપે છે અને જે બાજુ વાહનોની લાઈન લાંબી હોય  ત્યાં આપોઆપ સિગ્નલનો સમય વધારી દે છે. શિવરંજની, જોધપુર, સ્ટાર બજાર અને રામદેવ નગર જેવા વ્યસ્ત વિસ્તારોમાં આ સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે. આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ ટ્રાફિક જામની સ્થિતિ નિવારવાનો અને વાહનચાલકોનો વેઈટિંગ ટાઈમ ઘટાડવાનો છે.

App Store