VIDEO: Ahmedabad/ જાગૃત પાડોશીએ વૃદ્ધ દંપતીને લાખોની છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટની જાળમાંથી બચાવ્યા
સોર્સ : GSTV
પહેલો સગો તે પાડોશી… આ કહેવત અમદાવાદના મણિનગર વિસ્તારમાં સાચી સાબિત થઈ છે. જ્યારે લોહીના સંબંધો દૂર હતા ત્યારે એક જાગૃત પાડોશીએ પોતાની ચતુરાઈથી એક વૃદ્ધ દંપતીને ૨૩ લાખ રૂપિયાની છેતરપિંડી અને ડિજિટલ અરેસ્ટની જાળમાંથી ઉગારી લીધા.. સાયબર માફિયાઓ જ્યારે જજ બનીને ધમકાવી રહ્યા હતા, ત્યારે આ પાડોશી મહિલા દૂત બનીને વહારે આવી. તપસ્વી એપાર્ટમેન્ટમાં રહેતા 70 અને 71 વર્ષના વૃદ્ધ દંપતીને સાયબર ગઠિયાઓએ ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. ગભરાયેલા વૃદ્ધ દંપતીએ બહારગામ રહેતી દીકરીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. ચિંતાતુર દીકરીએ પાડોશમાં રહેતી મહિલાને તપાસ કરવા વિનંતી કરી. જે બાદ પાડોશીને શંકા જતા પોલીસને જાણ કરી અને પોલીસ ઘરે પહોંચી વૃદ્ધ દંપતિને સાયબર ગઢિયાઓએ બિછાવેલી જાળમાંથી બહાર કાઢ્યાં..

